ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર.
ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે.
Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર, બાજુમાં શ્રી ગણપતિ મંદિર ઐઠોર તરફ જવાના રિલાયન્સ પેટ્રોલપમ્પ વાળા ઓવરબ્રીઝ પર વર્ષોથી અનેકવાર થીગડાંઓ પુરવા છતાંય હાલ વરસાદમાં અનેક ઠેકાણે કેટલાય નાના-મોટા ખાડા પડી ગયા છે.
કેટલાક ખાડા તો 2 મીટર કરતાંય વધુ મોટા છે જે રાતના અંધારામાં દેખાતા ના હોવાથી આવનાર કેટલાય વાહન ચાલકો ખાડામાં પછડાય છે,
સ્થાનિક નિષ્ક્રિય, આળસુ અને નગરોળ તંત્ર સામાન્ય લોકોની સમસ્યા ઉકેલવા જાણે નવરું જ ના હોય એમ મીડિયામાં ખુબ હોબાળો થાય અને ખુબ ફરીયાદો વગર સામેથી કોઈ લોકહિતનું કામ કરવા કેમ તૈયાર જ નથી થતું તે પણ ચર્ચાનો વિષય છે. ખિલાસરી નીકળીને બહાર આવી હોય તેવા કેટલાય ખાડાઓ વાહન ચાલકો માટે જીવનુ જોખમ બની ગયા છે.
સુ આ ખાડાઓનું કાયમી સમાધાન શક્ય નથી??
માત્ર ને માત્ર ભ્રસ્ટાચાર અને સ્વાર્થના રાજકારણમાં વ્યસ્ત રહેતા (કહેવાતા દેશભક્ત) નેતાઓ અને નામ પૂરતા હોદ્દેદારો લોકોની સમસ્યાઓ સામે કેમ જોતા નહિ હોય??
મોંઘી ગાડીઓમાં બેસી પસાર થતા નેતાઓ અને સરકારી અધિકારીઓને આ ખાડા નજરે નહિ પડતા હોય કે સુ તે પણ એક પ્રશ્ન છે.
સામાન્ય લોકો રામભરોસે હોવાની લાગણી અનુભવી રહ્યા છે.
સામાન્ય લોકોના ભરેલ ટેક્સથી બનતા કરોડો રૂપિયાના આવા ઓવરબ્રીઝમાં ભ્રસ્ટાચારની ‘દુર્ગંધ’ ચારે બાજુ ફેલાઈ રહી છે. આ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નાના-નાના કાર્યક્રમમાં ફોટા પડાવવાના શોખીન નેતાઓએ આવા ખાડાઓ જોડે ઉભા રહી ફોટા કેમ ના પડાવવા જોઈએ તેની ભારે લોકચર્ચા થઇ રહી છે.
જવાબદાર કોણ?
નિર્દોષ લોકોનો સુ દોષ??
મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક ધોરણે આ બધા જ ખાડાઓના કાયમી નિકાલ માટે કઈક સારી વ્યવસ્થા થાય તેવી ભારે લોકમાંગ ઉઠી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
