ઊંઝા – દાસજ રોડ પર શ્રી સાઈબાબા મંદિર ખાતે સાંજના ભાજપનો 46 મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ચર્ચા સાથે સક્રિય સદસ્ય સંમેલન યોજાયુ જેમાં ઊંઝા અને વડનગર વિધાનસભા વિસ્તારના મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સહીત કાર્યકરો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમા મહેસાણા સાંસદ હરિભાઈ હાજર ના રહી શકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
સાથે અમદાવાદના કાઉન્સેલર મહાદેવભાઈ દેસાઈ, ઊંઝા ધારાસભ્ય કે. કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા, ઊંઝા apmc પૂર્વ ચેરમેન દિનેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, નવનિયુક્ત હોદ્દેદાર ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
