Explore

Search

April 21, 2025 3:15 am

IAS Coaching

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ‘ઐઠોરા દાદા’ ના દર્શને ભારે માનવ મહેરામણ ઉમટ્યો.

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંનું એક એવા ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પ્રાચીન અને દુર્લભ ડાબી સુંઢાળા શ્રી ગણપતી મંદિરે દાદાના દિવ્ય દર્શન હેતુ આજે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.

દેશભરમાં દાદાના ભક્તો ફેલાયેલા છે.

સંકટ ચોથ નિમિત્તે અઢળક તાજા દેશી ફૂલોથી શણગારેલ દાદાના મંગલમય દર્શન કરવા એ પણ એક લ્હાવો છે.

100 કિલોમીટર કરતા પણ વધુ દૂરથી ભક્તો રથ લઈને પગપાળા આવતા હોય છે.

દાદાના ભક્તોને 24 ક્લાક વ્યવસ્થામાં સહેજ પણ તકલીફ ના પડે તે માટે શ્રી ગણપતી મંદિર સંસ્થા, ઐઠોર પૂર્ણ રીતે સક્ષમ છે.

આજે અહીં ભક્તોને ચા – પાણી તથા ઉપવાસ માટે ફળાહાર માટેની નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે.

દર્શનાર્થીઓની વ્યવસ્થા સાચવવા સ્વયંસેવકો પણ સતત હાજર રહે છે.

આજે તારીખ 17-03-25 ફાગણ વદ ત્રીજ – ચોથ સોમવાર સંકટ ચોથ ચંદ્ર દર્શન રાત્રે 9:27 વાગે કળિયુગના સિંદૂરીયા દેવની કૃપા સૌ ભક્તો પર બની રહે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai