Explore

Search

April 21, 2025 3:19 am

IAS Coaching

ઐઠોરમાં માલિકના ‘પાપે’ રિબાતી અઠવાડિયામાં સતત બીજી ગાયમાતા ને ‘સહયોગ ગ્રુપે’ નવજીવન આપ્યું.

હિન્દુ ધર્મમાં ‘માતા’ ગણાતી ગાયમાતાઓની કેવી કરુણ હાલતો,,!!

આ માટે કોણ જવાબદાર,,??

માલિકો પર કેમ કોઈ એકશન લેવામાં નહિ આવતી હોય,,??

ગૌ પ્રેમી ભગવાન શ્રી કૃષ્ણ કદાચ હયાત હોત તો તેમને આ પરિસ્થિતિતી કેટલું દુઃખ થયું હોત,,!!

હે રામ,

કેમ આમ,,!!??

એક શીંગડામાં કાણું પડી અંદર પરુ થઇ મગજ સુધી પહોંચેલુ, તેની અસરથી બીજું શીંગડુ પણ પોલું થઇ ઢીલું થઇ ગયેલું.

જેથી માનસિક રીતે પણ તે ગાય ખુબ વ્યાકુળ રહેતી.

ઐઠોરમાં ગાય પકડવાના માસ્ટર ગણાતા નાગજી રબારીએ વિશેષ આવડતથી પંચાયત પાસે ગાય પકડીને બાંધી હતી.

તાત્કાલિક ડોક્ટર અને સેવકોની ટીમ મળી 3 કલાકની ભારે જહેમત બાદ આખુ આ ‘ઓપરેશન’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

દર્દ મુક્ત બનેલી ગાય સૌ સેવકોનો જાણે આભાર માનતી હોય તેવી દ્રષ્ટિથી જોઈ રહી.

દર્દથી રિબાતા મુંગા લાચાર જીવ ઈશ્વર સિવાય

બીજા કોને ફરિયાદ કરી શકે,,??

જીવદયાના નામે લાખો રૂપિયા ઉઘરાવી મૂક પ્રેક્ષક બની જોઈ રહેતા સંસ્થાના કહેવાતા સેવકોને સુ કોઈ દયા નહિ આવતી હોય,,??

એક જ અઠવાડિયામાં માલિકીવાળી પણ દૂધ ના આપતી હોય, વસુકી ગયેલી કે રોગગ્રસ્ત ગાયને જાણી જોઈને ‘રામભરોસે’ રખડતી કરવામાં આવેલ વધુ એક ગાયને તમામ રીતે ડોક્ટરી સારવાર આપી આજે પીડામુક્ત કરવામાં આવી.

જેમાં સહયોગ ગ્રુપ હેલ્પલાઇન વતી આશિષ પટેલ સાથે ડૉ કેવલ પટેલ, નાગજી રબારી, સમીર રાવલ, પીનલ પટેલ,અશોક ઠાકોર, ચિરાગ ઠાકોર, નરેશ સોની અને અન્ય સેવક મિત્રો સહીત સ્થાનિકોનો વિશેષ સહકાર મળી રહ્યો હતો.

અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે, સહયોગ ગ્રુપ એનિમલ હેલ્પલાઇન કોઈ પણ પ્રકારના આર્થિક બેલેન્સ કે આવક વગર મોટા ભાગનો સેવાકીય ખર્ચો પોતે અને કેટલાક સારા મિત્રોના સહકારથી અનેક જાતની જીવદયાની પ્રવૃત્તિઓ ઐઠોરમાં એકધારી છેલ્લા 25 વર્ષથી તટસ્થ રીતે કરી રહી છે.

આખા ગામમાં આ સેવાઓનો સંપૂર્ણ નિઃશુલ્ક લાભ અબોલ જીવો માટે આપવામાં આવી રહ્યો છે.

સ્થાનિકોમાં પણ આ સેવકો ખુબ નામના પામ્યા છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai