Explore

Search

April 20, 2025 1:48 pm

IAS Coaching

આજના વિનાયક ચતુર્થીના મંગલમય દિવસે લોકશાહી ઢબે ચૂંટાયેલ નવી પરિવર્તન પેનલ ઘોડાના નિશાનવાળી ના તમામ નવા વિજેતાઓ ચાર્જ લેતા પહેલા સાથે મળી દાદાના દિવ્ય દર્શન કર્યા.

આજે દાદાની પ્રિય વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે શુભ-લાભ ચોઘડિયે પરીવર્તન પેનલના વિજેતા તમામ ટ્રસ્ટીઓએ શ્રી ગણપતિ મંદિર સંસ્થા,ઐઠોર નો સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરવાની નેમ સાથે ચાર્જ લેતા પહેલા શ્રી ગણપતિ દાદાના વહેલી સવારે દર્શન કરી આશીર્વાદ લઇ સેવાના શુભ શ્રીગણેશ કર્યા,,!!

ગઈ કાલે આખી રાત ગામમાં આતસબાજી અને ફટાકડાની રમઝટ ચાલી હતી.

છેલ્લા દોઢેક વરસથી મેલી મુરાદો ને મેલી રમતો કરી અણઘડ તોય એકહથ્થુ શાસન કરવા ગામની ભાઇચારાથી રહેતી તમામ કોમોમાં વૈમનસ્ય કરાવી કાયમી શાશક બની રહેવાના બધા દાવપેચોને ધરાશાયી કરી તમામ કોમોએ એક થઇ પરીવર્તન પેનલની સાથે રહી ઐઠોરના સૌથી મોટા ભામાશા દાતાઓની લીડરશીપને સહયોગ કર્યો એટલે છેવટે સત્ય અને ધર્મનો જ વિજય થયો છે, ત્યારે ઘી ના ઠામમાં ઘી લઇને રહેવાનુ મજબુત મનોબળ ધરાવતા શ્રી બાબુભાઇ પી પટેલ, રજનીભાઇ એન પટેલ અને અરવિંદભાઇ એમ પટેલ, તથા પરીવર્તન પેનલના વિજેતા ટ્રસ્ટીઓએ ધર્મ યુદ્વ સમાન આ લડાઈમાં નામી-અનામી સહભાગી, સહયોગી, ગ્રામજનો, કાર્યકર્તાઓ તથા નાના-મોટા દાતાઓ સહીત સૌને શુભકામના પાઠવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer