Explore

Search

September 6, 2025 9:40 pm

IAS Coaching

શ્રી મેલડી માતાજી, રામોસણાના દ્વિ દિવસય 22 મા પાટોત્સવ પ્રસંગ તા 13/14 નવેમ્બર 2024 દરમિયાન આજરોજ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન,

ભાટવાડો, ઊંઝાના શ્વાન રોટલાઘરમાં રોટલા ઘડવાની સેવા આપતી 665 બહેનોને માઁ મેલડી ના આશીર્વાદ સહ શણગારની સાડી આપી જયમાડી શ્રી ડાહ્યાભગત તથા મેલડી સેવક પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું, 

આ પ્રસંગે ધિણોજ જિનાલયના શ્રી અક્ષયરત્નસુરીજી મહારાજ સાહેબ દ્વારા જીવદયા ઉપર પ્રેરક પ્રવચન તથા ઉપદેશ આપવામાં આવ્યું.

આ પ્રસંગે અમદાવાદથી જોગમાયા ઉપાસક શ્રી મુન્ના ભગત તથા જહુ માં ઉપાસક વિપુલભાઈ, જહુ પરિવાર ઊંઝા તેમજ મોટી સંખ્યામાં મેલડી સેવક પરિવાર તથા રામોસણા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બધા સૌ સાથે મળી જે અનેક પ્રકારની જીવદયાની સેવાઓ થઇ રહી છે તે હાલ ખુબ ગૌરવરૂપ છે અને પ્રશંસાને પાત્ર બની રહી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique