Explore

Search

September 7, 2025 4:17 am

IAS Coaching

વર્ષોથી જીવદયા સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારતા આ વર્ષે પણ શ્રી જહુ માતા સેવક પરિવાર, ઊંઝા દ્વારા આજે 3-10-24 રવિવારના રોજ આશરે 45 સેવકોની ટીમે ગામડાઓના રખડતા કુતરાઓની દવા કરવા પ્રસ્થાન કર્યું.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાઈબીજ થી લાભપાંચમ સુધી *અબોલ સેવા અનમોલ* નેજા હેઠળ બાઈક દ્વારા જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝાના અંદાજે 45 સેવકો 3 ટિમ બનાવી જુદા જુદા ગામો માં ખસ – પાઠા પડવા – ચાંદા પડવા – સુકવો વગેરે જેવા ચામડીના રોગોથી પીડાતા રોગીષ્ઠ શ્વાનોની સારવાર માટે પ્રસ્થાન કર્યું.

જેમાં *ટિમ 1* દ્વારા 27 સેવકો

ઊંઝા થી પાટણ – સિહોરી -થરા – દિયોદર – ભાભર – સુઈગામ – નડાબેટ – વાવ – થરાદ – ડીસા સુધીના રુટના ગામોમાં સેવા આપશે,

*ટિમ 2* દ્વારા 12 સેવકો ઊંઝાથી ખેરાલુ – મોકેશ્વર ડેમ – સતલાસણા – દાંતાથી અંબાજી સુધીના ગામોના રોગીષ્ઠ શ્વાનોને સેવા આપશે,

*ટિમ 3* દ્વારા ઊંઝા તાલુકાના ગામો માં રોગીષ્ઠ શ્વાનોને સેવા આપશે.

તેમની આ સેવાકીય પ્રવુતિની સુવાસ દેશભરમા ફેલાઈ ચુકી છે.

અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે વર્ષોથી એકધારા આશરે 3600 જેટલા રોટલા નિઃશુલ્ક ઊંઝા અને આજુબાજુના ગામડાઓ- ખેતરોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

ઇન્ડિયા બુક, લિમ્કા બુક અને એશિયા બુકમાં પણ આ સેવાઓને કાયમી નોંધ રૂપે વિશેષ સન્માન મળ્યું છે.

અબોલ સેવા, અનમોલ સેવા.

જીવદયા એજ પ્રભુસેવા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer