મંદિરની યજ્ઞ શાળામાં નિયમિત યજ્ઞ થાય છે.સમયાંતરે અહીં હિન્દુ ધાર્મિક તહેવારો નિમિતે ધૂન, ભજન, કથા, પારાયણ યોજાતી હોય છે.
અહીંના દરેક પ્રસંગ કે મોટા આયોજનમાં ગામલોકોનો દરેક પ્રકારનો સહકાર મળતો રહે છે.
મંદિરની કોતરણી અને નક્સીકામ મુજબ પાંડવયુગ જેટલું તો મંદિર પ્રાચીન હોય જ.
અનેક વાર વિદેશી – વિધર્મીઓના આક્રમણ પછી પણ અંદરની મૂળ મૂર્તિને સહેજ પણ નુકસાન થયેલ નથી તે જ તેમની હાજરીનો પ્રત્યક્ષ પુરાવો અને ચમત્કાર છે.બહારની ખંડિત મૂર્તિઓને પણ અહીં હજુ સુધી સારી રીતે સાચવી રાખવામાં આવી છે.
અહીં માત્ર 3 કિલોમીટર ના અંતરે બાજુના ઊંઝામાં પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતા અને બીજી બાજુ તરભ ગામે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી વાળીનાથ મહારાજનું પ્રખ્યાત મંદિર આવેલ છે.
થોડો સમય કાઢી જીવનમાં ઓછામાં ઓછું એક વાર તો સુવર્ણ જડિત અંદરના ગર્ભગૃહમાં અનેક ફૂલો અને ધરોના હારના શણગાર સાથે કળિયુગના સિંદૂરીયા દેવ મનાતા ઐઠોરા ગણેશના દિવ્ય દર્શન કરવાનું ભૂલતા નહિ હો
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
