ભારે સંખ્યામાં જીવદયા પ્રેમીઓ જોડાવાની સંભાવના.
ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિના દરેક જીવને ઈશ્વરનો અંશ માની તેની પૂજા કરે છે. સનાતન ધર્મ દરેક જીવ પર દયા કરી સેવા કરવાનો ગુણ શીખવે છે.
કુતરા એટલે ભગવાન પશુપતિનાથ, કાલ ભૈરવ દાદા, દત્તાત્રેય ભગવાન અને શનિદેવ મહારાજનુ પ્રિય પ્રતીક વાહન.
દેશભરમાં હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તે દિલ્લીના કુતરાઓને પકડીને જબરદસ્તી સ્થળાતર અને દિલ્લીને કુતરા મુક્ત કરવાનુ પગલું એ એક પ્રકારનો અમાનવીય અત્યાચાર ગણી અનેક શહેરોમાં જાગૃત જીવદયા પ્રેમીઓ જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે.
મહેસાણા ખાતે સમાજ સેવિકા અને જીવદયા પ્રેમી ડૉ. મેઘા પટેલે વિશેષ રસ રાખી અન્ય સેવાભાવી સંસ્થાઓ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન, નિજાનંદ પ્રકૃતિ મંડળ, સંકટ મોચન સેવા ફાઉન્ડેશન, શ્રી રામ ભક્ત એનિમલ હેલ્પલાઇન, જયવીર સ્પોર્ટ્સ ક્લબ અને અન્ય અનેક જીવદયા પ્રેમીઓ સૌ સાથે મળી આવતી કાલે તારીખ 19-08-25 મંગળવારે સાંજે 5:30 વાગે કમલ પથ રાધનપુર રોડ, મહેસાણાથી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સુધી રેલી સાથે પ્રાર્થના કરવાનું આયોજન નક્કી કરેલ છે,
જેમાં અલગ અલગ જીવદયાના સૂત્રો લખેલા પ્લે કાર્ડ લઇ ભારે માત્રામાં લોકો જોડાવવાની સંભાવના છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo-987 986 1970
