13-07-25 ને રવિવારના રોજ
શ્રી અમૃતાનંદ આશ્રમ, ગણેશપુરા, કંસારા કુઇ- તિરૂપતિ- કાંસા રોડ
તાલુકો – વિસનગર મુકામે શ્રી અમૃતાનંદ મહારાજ અને વંદનીય કાશીબાના દિવ્ય આશીર્વચનથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
અગાઉથી ગોઠવેલ આયોજન મુજબ સવારે 10 વાગે ગુરુમહિમા સત્સંગ, 11 વાગે ગુરુપૂજન અને 12 વાગે ભોજન પ્રસાદીનો કાર્યક્રમ રહ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના નિમિત્ત સેવક દિનેશકુમાર અમૃતલાલ પટેલ સમસ્ત પરિવાર (રૂસાત) ગામ -ઉનાવા બન્યા હતા. તથા બાલિયાસણ નિવાસી મહેન્દ્રભાઈ પ્રજાપતિનુ ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આવા કુદરતી વાતાવરણમાં શ્રી દશરથરામ મહારાજના સ્વમુખે ગુરુમહિમા સાંભળી ભક્તો ધન્ય બન્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
