ચોથ એટલે શ્રી ગણપતિ દાદાની પ્રિય તિથિ.
આજે 14-07-25 અષાઢ વદ ચોથ ને સોમવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના મંગલમય દર્શને ભક્તોનો ભારે ઘસારો રહ્યો.
ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી પ્રસન્નતા અનુભવતા હોય છે.
કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
દિવસે દિવસે વધતા જતા દર્શને આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના વહીવટદારો ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહ્યા છે.
સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપવા ખડે-પગે તૈયાર જ રહે છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ સંસ્થા તરફથી હોય છે.
દાતાઓ પણ ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
