આજે વડનગર કોલેજના અધ્યાપક ડૉ.ધરતીબેન જૈન અને તેમના પતિ વિશાલભાઈ દ્વારા તેમના બાળકો અવ્યય અને પ્રશીલના જન્મદિવસ નિમિત્તે 600 થી વધારે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
તેઓ પુત્રના દરેક જન્મદિવસે છેલ્લા 4 વર્ષથી આવા રોપાઓનું વિતરણ કરે છે. ભારતીય સંસ્કૃતિનું સિંચન અને સામાન્ય લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમનું બીજ રોપાય એ હેતુથી જન્મદિવસે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
જેમાં ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, મંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, કનુભાઈ પટેલ,આચાર્ય રશ્મિબેન, રાજશ્રી બેન, દાસજના સરપંચ રેખાબેન પંચાલ તેમજ અન્ય શિક્ષણ ગણ, વાલી મિત્રો અને ઊંઝાના નાગરિકો હાજર રહ્યાં હતાં.
આ કાર્યક્રમ કન્યા છાત્રાલય, ઊંઝામાં કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાંજે શ્રી સ્વામિનારાયણ મંદિર ઊંઝા BAPS ખાતે વૃક્ષો વાવવાનું આયોજન ગોઠવેલ.
પ્રકૃતિની જાણવણી અને સેવા માટેનો સંદેશ આપતા તેમના આ પ્રયત્નની ચોમેર પ્રસંશા થઇ રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
