તારીખ 27-06-25 શુક્રવાર અષાઢી બીજ નિમિત્તે ઊંઝા શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી નગર, હુડકો, ઐઠોર ચાર રસ્તા પાસે શ્રી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો.
સમગ્ર દિવસ દરમ્યાન દર્શન હેતુ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
નક્કી કરેલ આયોજન મુજબ
સવારે 9:30 વાગે અન્નકૂટ દર્શન,
બપોરે 12,39 અન્નકૂટ મહા આરતી,
રાત્રે 9 વાગે કેક કાપી પ્રસાદીરૂપે વહેંચણી કરી હતી.
આ શુભ પ્રસંગ નિમિત્તે માતાજીને વિશેષ ધૂપ, દીપ, પ્રસાદ, નૈવેદ્ય, ભોગ અને શણગાર કરવામાં આવ્યો હતો.
સમગ્ર આયોજન સફળતા પૂર્વક શ્રી મેલડી ભક્ત મંડળ, ઊંઝા દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
