અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના ની
શાંતિ પ્રાર્થનામાં તમામ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મોતને ભેટેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ આપવાના આ સમગ્ર સેવાકીય પોગ્રામ
ગાયત્રી પરિવાર, મહેસાણા દ્વારા ગોઠવવામાં આવેલ હતો.
કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે ઉપસ્થિત રહી મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ગાયત્રી પરિવારના સભ્યોએ વિશેષ મંત્રોચ્ચાર કરી મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
સાંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે તમામ પરિવારોની રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. તો ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેરવા પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 9879861970
