લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી,
તે 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સરપંચ
ની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલે જણાવ્યુ હતું કે,
મારા મત વિસ્તારના જે ગામડાઓમાં
ચૂંટણી છે તે જો ગ્રામ પંચાયત સમરસ થશે તો મારી ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે,
ગામનો વિકાસ એકતાથી જ થઇ શકશે,
માટે ચૂંટણી દરમ્યાન બિનજરૂરી ઝગડા કે વિવાદ ના થાય તે રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણીને પરિપૂર્ણ કરવા વિનંતી, જેથી ગામની ભાઈચારાની ભાવના તૂટે નહિ અને વિકાસના કાર્યોને વેગ મળતો રહે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ ગામડાઓમાં પણ રાજકીય ગરમાવો દેખાઈ રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે,
ઊંઝા તાલુકાના કેટલા ગામડા પર ધારાસભ્યશ્રી ના શબ્દોની અસર પડે છે??
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
M0: 987 986 1970
