“પર્યાવરણ ને કરીએ પ્રેમ,
રહીએ આપણે હેમખેમ”
આ સૂત્રને સાકાર કરવા પ્રકૃતિ સેવક અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, નાની કડીનાં કર્મઠ આચાર્ય ખોડાભાઈ બી.પટેલ ‘ધર્મેશ’ જેઓ અથાક પ્રયત્ન કરી સમાજમાં લોક જાગૃતિ લાવવા પર્યાવરણ વિષયક કાર્યક્રમ કરી રહ્યાં છે.
તેઓ લગ્ન, સમૂહ લગ્નમાં, સત્કાર સમારંભોમાં, શાળા-કોલેજોનાં કાર્યક્રમોમાં,જાહેર સભાઓમાં, સાહિત્ય, લોક ડાયરા, મનોરંજન કાર્યક્રમોમાં, જન્મોત્સવ ઉજવણીમાં, નિર્વાણ તિથિમાં, શ્રધ્ધાંજલીમાં, નવરાત્રી, દિવાળી, હોળી-ધૂળેટી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, શિવરાત્રિ જેવા અનેક વિધ વાર-તહેવાર, ઉત્સવો-કાર્યક્રમોમાં સ્વચ્છતા જાળવો, અન્ન-જળ, વિજળી બચાવો, વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરો,પ્લાસ્ટિક મુક્તિ, દરેક પ્રકારનાં પ્રદૂષણ હટાવો વગેરે વિષય પર વિચાર ગોષ્ઠી કરી, સામૂહિક સંકલ્પ લેવડાવી પર્યાવરણ વિષયક સમાજ જાગૃતિનું ઉત્તમ નિ:સ્વાર્થ સેવા કાર્ય કરી રહ્યાં છે.
તેઓ ગીત-સંગીત, અભિનય, નાટ્ય, સાંસ્કૃતિક વગેરે કલાઓનાં માધ્યમથી પણ પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા કાર્ય કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેઓએ પર્યાવરણ વિષયક લોક જાગૃતિ કાર્યક્રમ કરી પોતાના વ્યક્તિત્વમાં પ્રકૃતિ સેવકનાં દર્શન કરાવી માનવ ધર્મ નિભાવ્યો છે. જેમના વિશેષ ઓરકૃતિ સેવા અભિયાનમાં આજ દિન સુધી હજારો યુવાનો અને બાળકો જોડાઈ પ્રકૃતિની જાળવણી અને પ્રકૃતિપ્રેમ પ્રત્યે નવો અભિગમ અપનાવ્યો છે.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
M0: 987 986 1970
