Explore

Search

April 20, 2025 2:10 pm

IAS Coaching

પી.એમ. ઈન્ટર્નશીપ યોજનામાં યુવાનો માટે ટોચની કંપનીઓમાં કામ કરવાની તક મળે તે માટે 

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભા વિસ્તારની તમામ કોલેજને પત્ર લખ્યો.

વધુમાં વધુ યુવાઓ રજિસ્ટ્રેશન કરે…સાંસદ

આ યોજના હેઠળ પસંદ થયેલા યુવાઓને દર મહિને 5000 રૂપિયા રકમ ચૂકવાશે.

દેશના યુવાઓને રોજગારી પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદગી પામેલા યુવાઓને દર મહિને 5000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત ગત બજેટ 2024 વખતે કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના યુવાઓને ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. આ યોજનાનો હેતુ 5 વર્ષના સમયગાળામાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે.દેશના યુવાઓની પ્રગતિ માટેની આ યોજના અંતર્ગત 22 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.ત્યારે મહેસાણા સાંસદે મહેસાણા લોકસભા વિસ્તારના વધુમાં વધુ યુવાઓ આ યોજના હેઠળ લાભાન્વિત થઈ શકે તે માટે ખાસ પહેલ કરવામાં આવી છે.મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભા વિસ્તારમાં કાર્યરત તમામ કોલેજને ઇ મેલના માધ્યમથી જાણ કરી વધુમાં વધુ યુવાઓને આ યોજનાથી જોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai