Explore

Search

April 15, 2025 8:59 pm

IAS Coaching

ઉત્તર ગુજરાતમાં મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન ઉપલબ્ધ થશે.

ઉત્તર ગુજરાતના નાગરિકોને મુંબઈ, સુરત આવવા-જવા પૂરતી રેલવે સેવા ના હોવાથી મોટાભાગે ખાનગી વાહનો કે લક્ઝરી કે બસનો ઉપયોગ કરવો પડે છે.આ સ્થિતિમાં નાગરિકોની આ સમસ્યા નિવારણ હેતુ હરિભાઈએ ઉત્તર ગુજરાતથી સુરત અને મુંબઈને જોડતા નવા ટ્રેન રૂટ શરૂ કરવાની સંસદમાં માંગણી કરી હતી.

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઉત્તર ગુજરાતથી મુંબઈ અને સુરતની નવી ટ્રેન સેવા બાબતે સંસદમાં સવાલ પૂછ્યો હતો.

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલના સવાલનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા કહ્યુ હતું કે,

અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનના વિકાસ બાદ એક સાથે અનેક નવી ટ્રેન સેવા શરૂ થશે.

ફેઈટ કોરિડોરના કારણે રેલસેવા માટે વિશેષ તક ઉભી થઇ છે.

ફ્રેઈટ કોરિડોરનું કામ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

સાંસદ હરિભાઈની રજુઆતના ફળ સ્વરૂપે આગામી સમયમાં ઉત્તર ગુજરાતને અનેક નવી ટ્રેન સેવાનો લાભ મળવાની સંભાવના વધી ગઈ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique