ઐઠોરના જગવિખ્યાત લોકમેળાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં આજ 29 માર્ચ -25 શનિવાર સાંજના પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સાંસદ શ્રી હરિભાઈ પટેલે મંદિરની આજ સાંજની દિવ્ય આરતીનો લાભ લઇ પ્રસન્ન થયા હતા.
હરિભાઈ પટેલ ચાલુ સાંસદ સત્રે પણ શનિ – રવિ જ્યાં રજા કે સમયની અનુકૂળતા હોય ત્યાં લોકસંપર્ક અને લોકસેવાનો એકેય મોકો છોડતા નથી.
સંસ્થા તરફથી હરિભાઈને શાલ ઓઢાડી, ખેસ પહેરાવી, સ્મુતિ રૂપે દાદાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળ સાથે બધા જ હાજર રહ્યા હતા.
વાતચીત દરમ્યાન હરિભાઈ એ વધુમાં જણાવેલું કે,
શ્રી ઐઠોરા ગણેશ પર તેમની અપાર શ્રદ્ધા છે.
શ્રી ગણપતિ મંદિર સંસ્થાને વિકાસના અને સેવાના કોઈ પણ કાર્યમાં મારા લાયક કોઈ પણ સેવા હોય તો જરૂરથી જણાવજો.
લોકમેળાની તૈયારી પેટે પણ કોઈ જરૂર હોય તો ચોક્કસ જણાવવું.
આટલી બધી અગાઉથી જ થતી તૈયારીઓ માટેનો ગામના સેવકોનો ઉત્સાહ પણ તેમને સ્પર્શી ગયો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
