શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજી મંદિર, ઊંઝાના 22 મા પાટોત્સવના પ્રસંગે શ્વાન સેવા સદન અખંડ રોટલા – લાડુ ઘર, ભાટવાડો, ઊંઝા ખાતે દરરોજ રખડતા શ્વાન માટે 4000 નંગ રોટલા / રોટલી 665 બહેનો દ્વારા અઠવાડિક વારા મુજબ નિસ્વાર્થ ભાવે
બનાવવામાં આવે છે, આ રોટલા ઘડતી બહેનોને વર્ષ માં બે વખત સ્મુર્તિ ભેટ આપી સન્માનિત કરવામાં આવે છે.
આ પ્રસંગમાં ઊંઝા નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ, જશોદાબેન તથા રામોસણા મેલડી માતાજી ઉપાસક શ્રી ડાહ્યાભાઈ ભગત, કંથરાવીથી દીપા માતાજીના ઉપાસક ભરતભાઈ બારોટ, સેહશા જહુ માતાજી ઉપાસક શ્રી હજુરભા, ઊંઝાથી શ્રી રિકીભાઇ, હેમલભાઈ, ટીનાભાઇ આચાર્ય, અમૃતાનંદ આશ્રમ ગણેશપુરાથી દશરથબાપુ, મહેસાણાથી દિનશા ભગત, રોટલાઘર પ્રમુખશ્રી અનિલકાકા, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તથા જહુ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ બારોટ તેમજ મોટી સંખ્યા માં સેવક પરિવારના ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.
આવતીકાલ રવિવારે સવારે માતાજી ની નગરયાત્રા – યજ્ઞ તથા રાત્રે માતાજી ના ભવ્ય રસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે, સદર રોટલાઘરનો શુભારંભ કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ દ્વારા સને 2004 માં કરવામાં આવેલો તથા સને 2018 માં લિમ્કા બુક તેમજ સને 2021 માં ઇન્ડિયા બુક તથા એશિયા બુક દ્વારા સર્વ શ્રેષ્ઠ રોટલાઘર નો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે.
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા
દ્વારા સર્વે સેવાભાવી બહેનો તથા આમંત્રિત શક્તિ ઉપાસક, તથા હાજર ભાઈ – બહેનોનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
