આજ 26-1-25 રવિવારના રોજ સચિનકુમાર પ્રહલાદભાઈ પટેલ, સાવદરા (હાલ વિસનગર) એ ગયા વર્ષે અકસ્માતનો ભોગ બનેલ પોતાની સ્વર્ગસ્થ લાડકી દીકરી નવ્યાની પુણ્ય સ્મુતિ જીવંત રાખવા રખડતા અબોલ કુતરાઓની સેવા કરી ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
તેમને કુલ 170 કિલો જેટલા દેશી ગોળ સાથેના લાડવા બનાવડાવી ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે વિતરણ કરી જીવદયાનુ મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.
આખા ઐઠોરમાં તેમના આ પ્રેરણાદાયક મહાન કાર્યની પ્રસંશા થઇ રહી છે અને સમાજ માટે એક ગૌરવરૂપ કાર્ય કર્યું છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
