APMC ઊંઝાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા ઉત્તરાયણ પહેલા દોરીથી બચવા ટુ વ્હીલર ચાલકોને મફતમાં સેફ્ટી ગાર્ડ લગાવવા માટેના સેવાકાર્યનું કેમ્પ કરી આયોજન ગોઠવેલ હતું, જેમાં લાભાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.મળતી માહિતી મુજબ 1500 જેટલા સેફટી ગાર્ડ લાભાર્થીઓ ને મફતમાં આપવામાં આવ્યા હતા.
‘ઉત્તરાયણ નજીક હોય ત્યારે દરેક બાઈક ચાલકે પતંગની દોરીથી પોતાના સ્વબચાવ માટે ફરજીયાત સેફટી ગાર્ડ લગાવેલું હોવું જ જોઈએ’ એવુ દિનેશભાઇનું માનવું છે.
દિનેશભાઇનું આ જાહેર લોકહિતનું સેવાકાર્ય આખા ઊંઝામાં લોકમુખે પ્રશંસાને પાત્ર બન્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
