ચાલકો અંગ્રેજી મહિના અને તારીખ પ્રમાણે ઉજવાતો એક માત્ર ભારતીય તહેવાર એટલે ઉત્તરાયણ.
સૂર્યનું ઉત્તર દિશા તરફ વળવું એના પરથી કદાચ ઉત્તરાયણ શબ્દ અસ્તિત્વમા આવેલો હોઈ શકે.
વર્ષો જૂની આ પરમ્પરાને આ વર્ષે ઉજવવાના હવે થોડા જ દિવસ બાકી છે, ત્યાં પતંગ રસિયાઓ તહેવાર ખુબ સારી રીતે મનાવવા અત્યારથી જ જાત-જાતની તૈયારીઓ અને આયોજનમાં છે.
આ તહેવારનું સૌથી નબળું પાસું એ છે કે,
પતંગ માટે વપરાતી દોરી એમાં ખાસ કરીને ચાઈનીઝ દોરી પશુ-પક્ષીઓ અને ખુદ માનવ માટે પણ સૌથી વધુ જીવલેણ બની રહી છે.
તે વેચાણ અને વપરાશ તંત્રએ ખુબ સખ્તાઈ પૂર્વક બંધ કરાવવું જોઈએ.
દર વર્ષે હજારો નિર્દોષ જીવોને કસાય કારણ વગર ગંભીર અકસ્માતની પીડા કે મૃત્યુ સુધીની દુર્ઘટના સહન કરવી પડે છે.
લોકજાગૃતિ તો સખ્ત જરૂરી છે પણ આ સિવાય તંત્ર એ દર વર્ષે તમામ ઓવરબ્રીઝ પર બેય બાજુ થાંભલાઓ પર ઊંચે સુધી વાયર બાંધવા જોઈએ જેથી આ દિવસો દરમ્યાન કોઈ સાઇકલ કે બાઈક વાળાને તૂટેલી દોરીથી ઝોખમ ના રહે.
સાવચેતી એ જ સલામતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
