અનેક પ્રકારના ઉત્સવો, અનેરો માહોલ એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાની હયાતીમાં
ઘણા બધા ઉત્સવોના આયોજન કરી નાના-મોટા સૌને અધ્યાત્મ માર્ગ તરફ વાળ્યા અને આત્માના મોક્ષના માર્ગ સુધી પહોંચાડ્યા. એ જ પ્રણાલીકાના ભાગ સ્વરૂપે SMVS સ્વામિનારાયણ સંસ્થાના આદ્ય સ્થાપક
ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તથા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા વર્તમાનકાળે એવા જ ઉત્સવ મહોત્સવના આયોજન થઈ રહ્યા છે જેમાંનો સુપ્રસિદ્ધ ઉત્સવ એટલે શાકોત્સવ. આજરોજ 29 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ SMVS સ્વામિનારાયણ
મંદિર, વિસનગર રોડ, ઊંઝા દ્વારા શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 4,000થી વધુ મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર અને તાલુકાનાં સત્સંગી બંધુઓ હાજર રહ્યા. આ દિવ્ય પ્રસંગે અણમોલ વાણીનો લાભ આપવા સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી વડીલ સંત પૂજ્ય પૂર્ણસ્વામી દ્વારા દિવ્ય સત્સંગનો અણમોલ લાભ મળ્યો, જેમાં શાકોત્સવનું શું મહત્ત્વ છે તે વિષય પર લાભ આપ્યો હતો. જેમાં સૌ ભક્તો શાક-રોટલાની દિવ્ય પ્રસાદી આરોગી ધન્યભાગી બન્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :-987 986 1970
