Explore

Search

September 7, 2025 6:31 am

IAS Coaching

પીએમ પોષણ સ્ટીયરિંગ કમ મોનિટરિંગ સમિતિમાં લોક પ્રતિનિધિ તરીકે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી

મહેસાણા, 26 ડિસેમ્બર 2024 ગુરુવાર પી .એમ .પોષણ( મધ્યાહન ભોજન )યોજના અમલીકરણ અને યોગ્ય દેખરેખ માટે રાજ્ય કક્ષાએ રચાયેલી પી એમ

પોષણ સ્ટીયરિંગ કમ મોનિટરિંગ સમિતિમાં એકમાત્ર મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલની લોક પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય તરીકે અસારવાના શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી ચેરમેન તરીકે પણ સાંસદ શ્રી હરિભાઈ પટેલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સહિત પીએમ પોષણ યોજનામાં પણ જન પ્રતિનિધિ તરીકે દેખરેખ અમલીકરણ બાબતે માર્ગદર્શક કામ કરી રહ્યા હતા.

સૌ મિત્રો, સબંધીઓ અને સમર્થકોએ હરીભાઈને આ બદલ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique