માહેસાણા, ૧૮ ડિસેમ્બર, બુધવાર ૨૦૨૪
ગુજરાત રાજ્ય અને મહેસાણા જીલ્લામાં સતત નીચે ઉતારી રહેલ ભૂગર્ભ જળ બાબતે મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરીભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા બાબતે અટલભુજલ યોજના અંતર્ગત જીલ્લાની ૮૩૫ પ્રાથમિક શાળા તથા ૩૫૪ પી.એચ.સી. સેન્ટરમાં ૧૧૮૯ વોટર હાર્વેસ્ટીગ સ્ટ્રકચરો બનાવવાની રાજ્ય સરકારની રૂ.૩૧ કરોડની દરખાસ્ત બાબતે કેન્દ્રિય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ ભારત સરકાર ન્યુ દિલ્હીને રજૂઆત કરી હતી.
આ ઉપરાંત નવા બનતા સરકારી બિલ્ડીગોમાં પણ આ પ્રકારના વોટર હાર્વેસ્ટીગ સ્ટ્રકચરોનું પ્રોવિજન કરવા રજુઆત કરી હતી. આ કામગીરી થકી શાળામાં બાળકો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન થવાથી તેમનામાં ભૂગર્ભ જળ રીચાર્જ બાબતે સમજણ આવશે અને તેઓ ભુગભ જળ રીચાર્જ કરવા બાબતે પ્રેરાશે.વરસાદી પાણીને સીધા ભૂગર્ભમાં ઉતારી શકાશે જેનો લાંબા ગાળે ફાયદો થશે.તેમજ લોકોમાં ભૂગર્ભ જળ રીચાર્જ બાબતે જાગ્રૂતિ પણ આવશે એમ સાંસદશ્રીએ આ રજુઆત્માં જણાવ્યું હતુ.,!!
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
