તારીખ 3O-10-24 બુધવાર અને કાળીચૌદસે અતિ પ્રાચીન અને શ્રી ધ્યાનયોગી મધુસુદનદાસ મહારાજની તપોભૂમિ શ્રી
બંધવડીયા હનુમાનજી મંદિર, બંધવડ, (રાધનપુર) મા દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા વર્ષ દરમ્યાન કરેલ સુંદરકાંડના પાઠોના દશાશ હોમ નિમિત્તે સર્વ ભક્તોના કલ્યાણ અને શ્રેય – પુણ્ય પ્રાપ્તિ માટે રાત્રે 8 થી 12 દરમ્યાન શ્રી મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે,જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
દર શનિવારે અને મંગળવારે રાત્રે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે.મંદિરમા આ સાથે વર્ષ દરમ્યાન બીજા પણ અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.
મંદિરમાં આ સાથે ગૌ શાળા પણ ખુબ સારી રીતે ચલાવવામાં આવે છે.
ધ્યાન કરવું હોય તેમના માટે પણ અલગ ધ્યાન હોલ બનાવવામાં આવેલ છે.
અત્યારે યુવા અને ઉત્સાહી મહંત શ્રી સંજીવનદાસ બાપુ છેલ્લા 8 વર્ષથી ખુબ સારી રીતે આ સેવાકીય વહીવટ કરી રહ્યા છે.તેમણે સૌ ભક્તોને આ ધાર્મિક પોગ્રામમાં પધારવાનું હાર્દિક આમંત્રણ પણ આપેલ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
