તા. 20 ઓક્ટોબર 2024 રવિવારે
સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજપીપળા, ઝરિયા શાળામાં iBOC Help દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં iBOC Help ના સભ્યો દ્વારા સહાય રૂપે ઝરીયા શાળાને રમત ગમતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક સામગ્રી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોનો શૈક્ષણિક સાથે શારીરિક વિકાસ અને દરેક બાળક આગળ વધે તે હેતુ થી બાળકો માટે અલગ-અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી અને ભાગ લેનાર દરેક બાળકોને ઈનામ પણ આપવામાં આવ્યા હતા
બાળકોને ભોજનની સાથે ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓને પરીક્ષાની કઈ રીતે તૈયારી કરવી અને તકેદારીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ આયોજનથી શાળાના બાળકોમાં પ્રસન્નતા ફેલાઈ ગઈ હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
