માની નવલી નવરાત્રીના ગણતરીના કલાકો બાકી છે ત્યાં સૌ ખેલેયાઓથી માડી માની ભક્તિ કરવા તન,મન,ધન થી જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે.માં ના ભક્તોનોતો હરખ જ માતો નથી હોતો.
પાટીદારોનું પાટનગર ગણાતું ઊંઝા અને તેમાંય માં ઉમિયાના ભક્તોનું પૂછવાનું જ સુ હોય?
શ્રી ઉમિયા માતાજીનું મૂળ સ્થાનક ગોખની મહાપલ્લી દર વર્ષની જેમ આ વર્ષે પણ (મોલ્લોત ચોક, ખજૂરીપોળ, ઊંઝા) ધામ ધૂમથી ઉજવવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.
ગઈ કાલે 25-09-24 બુધવારના રોજ રાત્રે 8:30 વાગે શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ, મોલ્લોત ચોક સેવા ટ્રસ્ટ ખજૂરાપોળ ઊંઝા એ જાહેર ઉછામણિ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રસ ધરાવનાર માઈ ભક્તો હાજર રહ્યા હતા.
આ વિશેની કોઈ પણ પ્રકારની જાણકારી માટે
નરેન્દ્રભાઈ :9879646148,
રાજ :9879280507,
ભોપાકાકા :9825020199 પર
સંપર્ક કરી શકાય છે.
અહેવાલ :-આશિષ પટેલ, ઐઠોર
