કડી તાલુકાનાં નાનીકડીમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા તથા જન્માષ્ટમી પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને દેશભક્તિનો ભાવ જાગે તેવા ઉદેશ્યથી તિરંગા યાત્રા યોજવામાં આવી. દેશ ભક્તિનાં નારા બોલાવી ગીતોનું ગાન કરવામાં આવ્યું.
દેશની આઝાદીમાં યોગદાન આપનાર રાષ્ટ્રભક્તો ને યાદ કરવામાં આવ્યાં.
શાળામાં જન્માષ્ટમી મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો. શાળાનાં ઉત્સવ પ્રિય આચાર્ય ખોડાભાઈ પટેલે બોળચોથ, નાગપંચમી,રાંધણ છઠ,શીતળા સાતમ, જન્માષ્ટમી તથા પારણા પર્વનું મહત્વ સમજાવી બાળકો તથા સ્ટાફ મિત્રોનાં સહયોગ થી જન્મોત્સવ, હીંડોળા દર્શન, પારણીયું ઝુલાવ, આરતી પૂજન, મટકી ફોડ, માંખણ મંથન તથા રાસ દર્શન જેવા અનેક વિવિધ કાર્યક્રમ કરી બાળકો ને આનંદ કિલ્લોલ કરાવ્યો હતો.
શાળાનાં બાળકો એ કૃષ્ણ, રાધા, રુકમણીજી, ગોપીઓ, ગોવાળો, નંદબાવા, યશોદામૈયા, વાસુદેવ, દેવકીજી વગેરે પાત્રો ભજવી તથા કૃષ્ણ ભક્તિનાં ગીતો, નારા, સંગીત વગાડી અને પ્રસંગનું મહત્વ સમજાવી પોતાનામાં રહેલ કલા કૌશલ્યનાં દર્શન કરાવ્યાં હતા.
આ પ્રસંગે સંસ્થાનાં મંત્રીશ્રી માણેકલાલ પટેલ મંત્રીશ્રી મયંકભાઈ પટેલ, નિયામકશ્રી રામભાઈ પટેલ, શિક્ષણવિદ ચંદુભાઈ પટેલ તથા નિમા ગર્લ્સ પ્રાથમિક શાળાનાં આચાર્યા નિતલબેન ગજ્જર ઉપસ્થિત રહ્યાં હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
