હજુ ગઈ કાલે જ શ્રી શિવ કથાની સપ્તાહ ખુબ સફળતા પૂર્વક પૂર્ણ થઇ.
આજે 12-08-25 શ્રાવણ વદ ચોથ ને મંગળવાર
આ વર્ષની છેલ્લી અંગારકી સંકટ ચોથ હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી આનંદ અનુભવતા હોય છે.
કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થા ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડી રહી છે.
સ્વયંસેવકોની સેવા પણ નોંધપાત્ર રહે છે.
ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ સંસ્થા તરફથી હોય છે.
દાતાઓ પણ ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે.
અંગારકી ચોથ હોવાથી આ દિવસે રક્તદાન કરવાનું જ્યોતિષ શાસ્ત્રોમાં એક અલગ જ મહત્વ છે.
તેનાથી મંગળ ગ્રહની પીડામાં રાહત રહે છે એવુ મનાય છે.
શ્રી ગણપતી મંદિર, ઐઠોર પ્રેરિત રોટરી પરિવાર, ઊંઝા દ્વારા આજે સવારે 9 થી 1માં અહીં રક્તદાન કેમ્પનું પણ સફળતા પૂર્વક આયોજન થયું હતું,
જેનો 31 જેટલા રક્તદાતાઓએ લાભ લીધેલ. સર્વ રક્તદાતાઓને આભાર સાથે પર્સ સ્મુતિ ભેટ પણ આપવામાં આવેલ.
રોટરી ક્લબ, ઊંઝાના પ્રમુખ શ્રી નેહાબેન જાની, મંત્રી રાજેશભાઈ પટેલ, ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ કોર્ડીનેટર હિતેષભાઇ પટેલ (HH) તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
