તા- 20-07-25 રવિવારે spg ની અવસર પાર્ટી પ્લોટ, મહેસાણા ખાતે મીટીંગનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં SPG ના ગુજરાત પ્રદેશ/જિલ્લા/શહેર/તાલુકાના આગેવાનો અને દરેક શહેરના સોશિયલ મીડિયાના કન્વીનરો એ ખાસ હાજરી આપી હતી.
લાલજીભાઈ પટેલની ખાસ ઉપસ્થિતીમાં SPG પ્રદેશ કારોબારી દ્વારા ઊંઝા તાલુકા પ્રમુખ તરીકે પટેલ હાર્દિક કુમાર બાબુલાલ-(સુરજનગર), ઉપપ્રમુખ પટેલ જય કુમાર વિનોદભાઈ-(ચંદ્રાવતી), તાલુકા મંત્રી પટેલ અમીતભાઈ ડાહ્યાભાઈ (ઐઠોર), સહમંત્રી પટેલ જય કુમાર વિષ્ણુભાઈ(ઉપેરા), સલાહકાર પટેલ જયેશભાઈ અંબાલાલ(કામલી), પટેલ રસિકભાઈ રઘુનાથભાઈ(જેતલવાસણા), પ્રવક્તા પટેલ અલ્પેશભાઈ(શીહી), સોસિયલ મિડિયા પટેલ શુભ દશરથભાઈ(ઊંઝા) અને પટેલ પ્રિન્સ રસિકભાઈની નિમણૂક કરવામાં આવી હતી. વિશેષમાં આગામી સમયમાં ઊંઝા તાલુકા લેવાલે સમાજ લક્ષી જાહેર કાર્યક્રમો યોજવામાં આવશે એમ તાલુકા પ્રમુખ હાર્દિક ભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
