તા -05/07/2025 ના રોજ
જ્ઞાન અક્ષર સ્કુલ ઐઠોર, તાલુકો – ઊંઝામા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.
આ સમગ્ર પોગ્રામ દરમ્યાન
શાળામાં આવેલા મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેની પાછળ પર્યાવરણ મુદ્દે બાળકોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ હતો.
વૃક્ષો બચાવો, જીવન બચાવો,
માનવ, પશુ-પક્ષી, તમામ કુદરત પર આધારિત છે તેથી કુદરતને કેન્દ્રમાં રાખીને માનવીની કુદરતનું જતન કરવાનું નૈતિક ફરજ છે એમ શિક્ષકો દ્વારા બાળકોને સમજાવવામાં આવેલું,
આ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌ સાથે મળીને એક રેલીનુ આયોજન પણ કરવામાં આવેલું.
સમગ્ર વિસ્તારમાં આ જન જાગૃતિ માટેનો પ્રયત્ન ખુબ પ્રસંશાને પાત્ર બન્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
