સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. કેળવે તે કેળવણી.
બાળકનું સાચું ઘડતર શિક્ષકોના સાનિધ્યમાં શાળામાં સંભવ છે. રાજ્યમાં ભાર વિનાના ભણતરના ભાગરૂપે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.
પ્રવેશોત્સવ સમાજ ઉત્સવ બને તે માટે આ ઉત્સવમાં પ્રજાના પ્રતિનિધિઓની ભાગીદારીનો અભિગમ અપનાવાયો છે.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ આ આ સમાજોત્સવમાં સહભાગી બન્યા છે.સાંસદ હરિભાઈ પટેલે હરદેસણ પ્રાથમિક શાળા,નુગર પ્રાથમિક શાળા,સાતુસણા પ્રાથમિક શાળામાં,
ભાંડુપૂરા પ્રાથમિક શાળામાં અને
જેતલવાસણા ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને આગલી પકડી પ્રવેશ અપાવ્યો હતો. સાંસદ હરિભાઈ પટેલે આ પ્રસંગે પ્રવેશ લેનાર બાળકોને આર્શીવાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સાંસદ હરિભાઈ પટેલે આ પ્રસંગે ગ્રામજનોને કન્યા કેળવણી માટે પણ જાગૃતતા દાખવવા અનુરોધ કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
