બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણીઓ સાથે જ સરકારની વહીવટદાર વ્યવસ્થાનો અંત આવશે.
લાંબા વર્ષોથી કાગડોળે રાહ જોવાઈ રહેલી તે અત્યાર સુધી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આખરે 22 જૂને યોજાશે.
ઊંઝા તાલુકાની 35 ગ્રામ પંચાયત માંથી 28 ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઇ છે.
જેમાં 14 ગામડાઓમાં મહિલા સરપંચ બનશે.
ફાળવેલી કુલ બેઠકોમાં 18 જનરલ સીટ, 8 OBC અને 2 અને અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની ફાળવણી થઇ છે.
27 % OBC અનામત લાગુ થયા પછીની ગ્રામપંચાયતોની આ પહેલી ચૂંટણી છે.
2 જૂને જાહેરનામું બહાર પડાશે.
9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.
10 જૂને ફોર્મની ચકાસણી થશે.
11 જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.
22 જૂને ચૂંટણી યોજાશે
અને
25 જૂને પરિણામ જાહેર થશે.
ઐઠોર ગામને સ્ત્રી જનરલ સીટના ઉમેદવાર માટેની જાહેર થઇ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
