આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ 3-4-5 જે તારીખ 31-03-25 થી 02-04-25 સુધી યોજાશે, જેમાં 1 તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના 5 વાગે વર્ષફળના સુકન જોવાશે અને રાત્રે ભવાઈનો કાર્યક્રમ પણ રાખેલ હોય છે.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પરંપરાગત ‘ચોથનો મેળો’ ખુબ સારી રીતે સંપન્ન થાય તે માટે સ્થાનિક તંત્ર અને ગામલોકોને સાથે રાખી શ્રી ગણપતિ મંદિર સંસ્થા ભક્તોની સેવામા કોઈ કસર રાખવા માગતી નથી.
સેવાકાર્યોમાં ગામલોકોનો અદમ્ય ઉત્સાહ પણ પ્રસંશા ને પાત્ર છે.
સંસ્થા તરફથી દાદાના સમગ્ર ભક્ત સમુદાયને મેળામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
