તા 24-03-25 સોમવારના રોજ બી. આર. સી. ભવન, ઐઠોર ચોકડી, ઊંઝા ખાતે સાંસદ હરિભાઈ પટેલ પ્રેરિત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ભારત સરકાર તથા એલિમ્કો ઉજ્જૈન અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા/ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પના ત્રીજા દિવસે 300 થી વધુ અને 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
જેમા જમવા માટેના દાતાશ્રી હિતેશભાઈ RK GRUP તરફથી, ઠંડા પાણીના દાતાશ્રી ટીનાભાઈ આચાર્ય જબલેશ્રવર મહાદેવ પરિવાર તરફથી, સવારના ચા- નાસ્તાના દાતાશ્રી હરેશ ટ્રેડિંગ તથા તેમના પરિવારના સૌજન્ય તરફથી સહકાર મળેલ હતો.
BRC ભવન ઊઝામા ઉપસ્થિત મહેસાણા સમાજ સુરક્ષાના સરકારી અધિકારી શ્રી ઓ તથા સાંસદ હરીભાઇ પટેલે તેમજ અન્ય હોદ્દેદારો એ આ માનવસેવાને બિરદાવી છે.
મહાશક્તિ વિકલાગ કલ્યાણ સંઘ ઊઝા ના મંત્રી,પ્રમુખ,તેમજ અન્ય હોદ્દેદારો એ પણ તથા તમામ દાતાશ્રીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને ઉજવળ બનાવવામા સાથ-સહકાર આપ્યો હતો.
અહીં અનેક હોદ્દેદારો, કોર્પોરેટરો, તથા કાર્યકર્તાઓ પણ સેવાકીય આયોજનને વધુ સફળ બનાવવા માટે હાજર રહ્યા હતા.
અહેવાલ – આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
