રોજબરોજની દવા લેનારાઓને જન ઔષધિ કેન્દ્રમાંથી દવાઓ લેવા ખાસ અનુરોધ કરાયો.
જન ઔષધિ કેન્દ્ર, એપીલો એન્કલેવ મોઢેરા ચોકડી ખાતે તા 8-3-25 ના રોજ યોજાએલા કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં 19 જનઔષધી કેન્દ્રો છે જેનો વધારેમાં વધારે લાભ લઈને મોંઘી દવાઓ સસ્તા દરે લેવા માટે જન પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો.
લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ,” દેશમાં 15 હજાર જેટલા જન ઔષધી કેન્દ્રો કાર્યરત છે. તેમાં બ્રાન્ડેડ ગુણવત્તા યુક્ત દવા 80 ટકા સસ્તા ભાવમાં મળી રહે છે. જન ઔષધિ કેન્દ્રમાં 2047 જેટલી દવાઓ અને 300 સર્જીકલ ઉપરાંતના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. સરકાર દ્વારા માર્ચ 2026 સુધી 20,000 તેમજ માર્ચ 2027 સુધી 25000 જન ઔષધી કેન્દ્રો સ્થાપિત કરવાનું લક્ષ્યાંક છે.
આજ સુધી જન ઔષધી કેન્દ્રો દ્વારા નાગરિકોને રૂપિયા 6,88 કરોડની દવાઓ વેચવામાં આવી છે. તેમણે આગ્રહ કર્યો હતો કે જન ઔષધી કેન્દ્રો દ્વારા છેવાડાના અને સામાન્ય માણસોને સસ્તી તેમજ ગુણવત્તા યુક્ત દવા મળે તે માટે છેક સુધી પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ કેળવાય તે માટે સરકારના પ્રયત્નો છે તેમાં સહકાર કરીએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મિહિરભાઈ, અગ્રણી શ્રી રાજુભાઈ મોદી સહિતના જન પ્રતિનિધિઓ તેમજ આરોગ્યના અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
