હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. જેમાં દેશવિદેશની સાથે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
આજે 22 જાન્યુઆરી, બુધવારના રોજ સાંસદશ્રીએ રેલવે મંત્રીશ્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “મારા સંસદીય મતવિસ્તાર અને ઉત્તર ગુજરાતના લોકો માટે રેલવે તરફથી કુંભમેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા બદલ આપનો આભાર વ્યક્ત કરે છે.. પ્રયાગરાજ જતી તમામ ટ્રેનોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ યાત્રીઓની સરખામણીએ ટ્રેનો અને કોચની સંખ્યા પુરતી નથી.
પરિણામે તમામ ટ્રેનો ફૂલ થઈ જતા સેંકડો લોકોને ટ્રેન મારફત પ્રયાગરાજ પહોંચવામાં અનેક તકલીફો પડી રહી છે, જેથી તે તમામ ટ્રેનોની ટ્રીપ વધારવામાં આવે તેમજ જે ટ્રેનો આ રૂટ પર દોડી રહી છે તેમાં કોચની સંખ્યા પણ વધારવામાં આવે. જેથી ભક્તો કુંભમેળામાં સમયસર પહોંચી શકે.
આ રજુઆતથી કુંભમેળામાં જવા ઇચ્છતા ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
