જગતભરમાં પ્રખ્યાત અને ખાસ તો પાટીદારોના કુળદેવી તરીકે ઓળખાતા મા ઉમિયાની દરેક ધાર્મિક વિધીઓ અને પ્રસંગ ભારે મહત્વથી ઉજવાતા હોય છે, તેમાનો એક પ્રસંગ એટલે ‘અન્નકૂટ ઉત્સવ’.
સંસ્થાન તરફથી પણ આવા દરેક શુભ પ્રસંગે સેવામા ક્યાય કચાસ ના રહી જાય તેનું વિશેષ ધ્યાન રખાતું હોય છે.
શ્રી ઉમિયા માતાજી મંદિરના સંવત 2033 મા યોજાયેલ 18 મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે પરંપરા મુજબ દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે શ્રી ઉમિયા માતાજીનો અન્નકૂટ (છપ્પન ભોગ) ધરાવવામાં આવે છે.
સંસ્થાન તરફથી સર્વ મા ઉમા ભક્તોને અન્નકૂટ દર્શન માટે પધારવા આમંત્રણ હોય છે.
દર વર્ષે હજારો ભક્તો આ પ્રસંગનો લાભ લેતા હોય છે.
વ્યવસ્થાના ભાગરૂપે સંસ્થા તરફથી 9-12-24 સોમવાર માગસર સુદ આઠમના દિવસે
સવારે 10-15 કલાકે અન્નકૂટ મંદિર પરિક્રમા,
સવારે 11 કલાકે અન્નકૂટ આરતી,
સવારે 11-15 કલાકથી બપોરે 3 ક્લાક સુધી અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ ગોઠવેલ છે.
સમગ્ર અન્નકૂટના દાતા જય હિન્દ સ્વીટ્સ (અમદાવાદ) હસ્તે અજિતભાઈ તથા પરિવાર તરફથી છે.
અઢારેય વર્ણની પૂજનીય મા ઉમિયાની કૃપા સૌ ભક્તો પર બની રહે. 🙏🏻🙏🏻
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
