ગુરુપરંપરામા સદગુરુના જન્મદિવસનું પણ એક અનેરું જ મહત્વ હોય છે.
આજ 4-12-24 ને બુધવારના રોજ સતગુરુ શ્રી હરી બાપુનો 53 માં જન્મદિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે શ્રી આનંદ આશ્રમ, રામ નગર, સુજાત પુરા રોડ, કડી ખાતે થઇ.
મુખ્ય કાર્યક્રમમાં બપોર 3 વાગ્યાં પછી થોડી વારમાં સૌ સાધકો અને સબંધીઓનું આગમન થયું.
ચા – પાણી, નાસ્તા પછી
4 વાગ્યે દિવ્ય સત્સંગ શરૂ થયો,
5 વાગ્યે એક કલાક ધ્યાન કરાવવામાં આવ્યું,
6 વાગે સંગીત સાથે ગીત – ભજનની રમઝટ જામી,
7 વાગે ગુરુપૂજન અને પછી મહાઆરતી કરવામાં આવી.
પધારેલ સૌએ શ્રી હરી બાપુ પર અભિનંદનની વર્ષા કરી દીધી.
ત્યાર બાદ ભોજન પ્રસાદીનો લાભ સૌએ લીધો.
શ્રી હરી બાપુએ છેલ્લે શુભકામનાઓ આપવા રૂબરૂ પધારેલ સૌને આશીર્વાદ આપી આભાર માન્યો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
