કથા વાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે..
ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત હારીજ જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ભાગવત સપ્તાહ કથાનું આયોજન…
ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત હારીજ જલિયાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર ફરશુરામ ડાયાલાલ તથા જલિયાણ ગ્રૂપ પરિવાર દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૪ના શનિવારના રોજ જલિયાણ સોસાયટી પરિવારના
નિવાસ્થાનેથી વાજતે ગાજતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી.ત્યારબાદ વિવિધત મંત્રોચ્ચાર સાથે પરિવારના હસ્તે વ્યાસપીઠ પર પોથીયાત્રા કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક કથાવાચક શજયા કિશોરીજીનું જલિયાન પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય સામૈયુ કરી કથા મંડપ ખાતે પોહચી બિરાજમાન થયા હતા.
કથા વાચક જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે અને સાત દિવસીય કથાના ભાગરૂપે જલિયાણ ગ્રૂપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા,ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહેવાલ : ગોવાભાઈ આહીર પાટણ
