વીરપુરના સંત એવા જલારામબાપા દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરી ભાવપૂર્વક ભોજન કરાવવામાં ખુબ માનતા, પાછળ એ જ પરંપરા તેમના મંદિરોમાં તેમના સેવકોએ પોતાની ક્ષમતા મુજબ જાળવી રાખી છે.
આપણે અહીં આજે વાત કરીશું શ્રી જલારામ મંદિર નડિયાદની.
તે શ્રી જલારામ બાપાનું મંદિર,
એસ. આર. આર. કૅમ્પ સામે,
કપડવંજ રોડ
નડિયાદ પર આવેલું છે.
ઊજવણીના ભાગરૂપે અહીં 225 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરને લાઇટિંગ અને અનેક પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ ભક્તોની ભીડ દર્શન માટે લાઈનમાં ઉભી રહી ગઈ હતી.
સંસ્થા અને સેવકોએ સાથે મળી ખુબ સરસ રીતે તમામ વ્યવસ્થા પાર પાડી હતી.1991 માં સ્થપાયેલ આ મંદિરમાં હાલ દર ગુરુવારે ભજનનો પોગ્રામ હોય છે. ‘ભૂખ્યાને ભોજન’ એ જ જેનો જીવનમંત્ર હતો તે બાપાના આ મંદિરમાં દર ગુરુવારે રાત્રે વર્ષોથી આશરે 500 જેટલા ભક્તો માટે પ્રસાદીરૂપે ખીચડી, શાક,બુંદી, ગાંઠિયા આપવામાં આવે છે. આજના વિશેષ દિવસ નિમિત્તે બાપાની પ્રસન્નતા હેતુ પાદુકા પુજન, ધૂપ-દીપ, નૈવેદ્ય, પ્રસાદ-ભોગ અને નવીન ધજા ચડાવવામાં આવી હતી. ખીચડી, શાક, બુંદી, ગાંઠિયા પ્રસાદી રૂપે અનેક ભક્તોમાં પીરસવામાં આવ્યા હતા.
ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળતો હતો.
દર વર્ષે અહીં શ્રી જલારામ જ્યંતી સિવાય તુલસીવિવાહ પણ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
