શ્રી મહાકાલી મંદિર સંકુલ, મહેરવાડા ખાતે આગામી 12 થી 18 નવેમ્બર 2024 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન સમસ્ત પાટીદાર પરિવાર, મહેરવાડા દ્વારા કરવામાં આવ્યું છે.
કથાના મુખ્ય યજમાન શાંતાબેન અમીચંદભાઈ પટેલના નિવાસ સ્થાનેથી પોથીયાત્રા નીકળશે.
કથાનું રસપાન સંગીત સાથે સુપ્રસિદ્ધ કથાકાર પંકજભાઈ જાની ઉમરાવાવાળા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને પોતાની પ્રભાવશાળી શૈલીમાં કરાવશે. કથાનો સમય સવારે 8 થી 11:30 અને સાંજે 3 થી 6 નો રહેશે.આ પારાયણ દરમ્યાન શ્રી કપિલ ભગવાન પ્રાગટ્ય, શ્રી નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, શ્રી રામ ભગવાન પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ ભગવાન પ્રાગટ્ય, શ્રી ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ – રુક્મણિ વિવાહ, શ્રી સુદામા ચરિત્ર જેવા અનેક ધાર્મિક પ્રસંગો સાથે છેલ્લે દશાશ યજ્ઞ પણ સામેલ કરાયેલ છે.
મહેરવાડા ગામ અને આજુબાજુના વિસ્તારોના હજારો ભક્તોને આ દિવ્ય પારાયણનો લાભ મળશે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
