Explore

Search

September 7, 2025 4:46 am

IAS Coaching

ધનતેરસ રાત્રે 12 વાગે 108 દીવડાની મહાઆરતી અને કાળીચૌદસે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે બે દિવસય ભવ્ય મેળો ભરાયો.(ભાગ 2)

 

શ્રી ડભોડિયા દાદા વિશે અહીં અનેક પરચાઓ સંભળાતા હોય છે. તેમાં સૌથી વધુ પ્રચલિત કથા મુજબ ડભોડા પાસે ખારી નદી અને દહેગામનો પુલ આવે છે ત્યાં વર્ષો પહેલા અંગ્રેજો રેલ્વેની વ્યવસ્થા માટે લોખંડનો મજબૂત પુલ બનાવતા ત્યાં એ તૂટી જતો હતો, આવું વારંવાર બનવાથી ગામના ભક્ત જનોએ જાણ કરી કે તમે સૌ શ્રી ડભોડિયા હનુમાનજીને તેલ ચડાવવાની બાધા રાખો તો પુલ તૂટશે નહિ અને કાયમ ટકી રહેશે.

એ અખતરો ખુબ સચોટ અને સાચો સાબિત થયો. વિદેશી અને અધર્મીઓ ને પણ દાદા પર શ્રદ્ધા જાગી. ત્યારથી માંડી આજ સુધી કાળીચૌદસે તેલનો પહેલો ડબો ભારતીય રેલવે વિભાગ તરફથી અભિષેક હેતુ ચડે છે.

ત્યારબાદ ભક્તો તેલનો અભિષેક કરી પોતાની જાતને ધન્ય કરી દે છે.

દાદાના દર્શનાર્થે આવનાર તમામની મનોકામના પૂર્ણ થાય છે.

ટ્રાફિક,ગાડી પાર્કિંગ, પરબ તેમજ સામાન્ય લોકોની સલામતી માટે સંસ્થા તરફથી ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સ્થાનિક તંત્રની સાથે રહી ખડે પગે સેવા આપે છે. ભોજન પ્રસાદીની પણ કાયમ સારી વ્યવસ્થા હોય છે. જાણકારી મુજબ 5 હજાર કિલો બુંદી પ્રસાદ તૈયાર કરાયો છે.

ધનતેરસ અને કાળીચૌદસના 2 દિવસય આ મેળામાં લાખો ભક્તો ગુજરાતના દરેક ખૂણેથી પધારે છે. આરતી સમયે હજારો કાળા દોરા અને તાવીજ ભક્તજનો માટે તૈયાર કરાયા હતા. દાદાને ઘી ની સુખડીનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે જે વ્યવસ્થા મંદિરમાં જ કરવામાં આવે છે. મેળામાં આરતી પહેલા જ આખુ મંદિર ભક્તો અને દર્શનાર્થીઓથી ભરચક થઇ ગયુ હતું. દર વર્ષે જીવંત આરતી નિહાળવા મોટા પરદે ટીવી સ્કિનની પણ વ્યવસ્થા અનેક જગ્યાએ કરવામાં આવે છે.

અપાર ભક્તોની ભીડ આખી રાત મેળાની જમાવટમાં વધારો કરે છે.

(વિશેષ માહિતી માટે પૂજારી શ્રી રુદ્રાદાસ મહારાજ

અને દાદાના પરમ ભક્ત સતગુરુ શ્રી પ્રકાશ બાપુ (ડભોડા)ના આભારી🙏🏻 છીએ.)

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo-987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai