Explore

Search

September 7, 2025 4:11 am

IAS Coaching

ધનતેરસ રાત્રે 12 વાગે 108 દીવડાની મહાઆરતી અને કાળીચૌદસે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે બે દિવસય ભવ્ય મેળો ભરાયો. ભાગ 1

 

ભારતમાં શ્રી હનુમાન જ્યંતી કરતા કદાચ કાળી ચૌદશે હનુમાનજી નું વધુ મહત્વ હશે.

તારીખ 29-10-24 મંગળવાર રાત્રે 12 વાગે મહાઆરતી થઇ અને બુધવારે ભવ્ય મેળો શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર, ડભોડા, (ગાંધીનગર) ખાતે વર્ષોની પરંપરા મુજબ ખુબ સરસ રીતે ઉજવાયો. બેસતા વર્ષની મહાઆરતી 02-11-24 શનિવારે બપોરે 12 વાગે અને અન્નકૂટ દર્શન પણ યોજાશે.

આશરે 1000 જેટલા વર્ષ પૌરાણિક,સ્વયંભુ પ્રગટ આ દક્ષિણ દિશાની મૂર્તિ ખુબ ચમત્કારીક મનાય છે.

આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો,

પ્રાપ્ત માહિતી મુજબ સઘરા રાજાના સમયે પાટણમાં હાલના આ ડભોડા ગામનું મૂળ નામ દેવગઢ હતું. તે સમયે એક ભરવાડ ગાયો ચરાવવા જતો હતો, ટીલડી નામની ગાય ટોળાંમાંથી છૂટી પડી જઈ

સ્વયંભુ હનુમાનજીની મૂર્તિ પર દુધાભિષેક કરતી.

ભરવાડ વિચારમાં પડ્યો કે આ ગાયનું દૂધ ક્યાં જાય છે, કોણ પી જાય છે?

વધુ તપાસ કરતા પાછળ પાછળ જઈ ત્યાં આ દાદા પરનો દુધાભિષેક પ્રત્યક્ષ આંખે જોયો. તે તો કશુ સમજી ના શક્યો અને પહોળી આંખે જોતો જ રહી ગ્યો. રાજાને પણ આ કૌતુકની જાણ કરવામાં આવી,

જોવા માટે લોકોના ટોળા વળવા લાગ્યા.

ત્યાં તો આકાશવાણી થઇ કે હું અહીં છું અને બધાનું કલ્યાણ કરવા માગું છું એમ કહેતા મૂર્તિ સ્વયં ભુ પ્રકટ થઇ.

વધુ માહિતી માટે જોતા રહો ભાગ 2

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo-987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer