ઊંઝા બ્રાહ્મણ શેરી વિસ્તારમાં નકશીકામ સાથેનું શ્રી સ્વામિનારાયણ નવીન મંદિરનુ ચાલી રહેલું કામકાજ ઝડપથી અને નિર્વિઘ્ને પૂરૂ થાય તે માટે સૌ સ્વયંસેવકો અને ભક્તોએ સાથે મળી પ્રાર્થના કરી.
આજ દશેરાના પવિત્ર દિવસે મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનુ ષોડશોપચાર પૂજન,108 તુલસી પત્રોથી પૂજન, 11- જનમંગલના પાઠ,
108- ગોપાળાનંદ સ્વામીના બીજ મંત્રનો પાઠ,
11- વંદુના પાઠ,
હનુમાન ચાલીસાના પાઠ,
એક કલાક સ્વામિનારાયણ મહામંત્રની ધૂન,
સંતોની અમૃત વાણી સાથેનું સુંદર આયોજન સ્વામિનારાયણ મંદિરના સ્થાનિક પૂજનીય ઉત્સાહી સંતો શાસ્ત્રી અનુપમદાસજી સ્વામી તથા શાસ્ત્રી સુજ્ઞેશ સ્વામીની પ્રેરણાથી કરવામા આવ્યુ હતુ.
જેમા આજ વહેલી સવારથી જ હરિ ઓમ તત્સત ગૃપના સભ્યોએ સાથે મળી વિશેષ યોગદાન આપી આયોજનને વધુ સફળ બનાવ્યું હતુ.
આ શુભ પ્રસંગે મંદિરના હરિભકત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ભક્તિ કાર્યક્રમોનો લાભ લઇ ધન્યભાગી થયા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
