ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે શ્રી મહાકાળી માતાજીના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા દિવસે મહેસાણા ના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલે પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે માતાજીના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.
મહેરવાડા ગામે નવરાત્રીની પરંપરાગત માતાજીના ગરબા અને માંડવી ગરબે ઘૂમે છે. આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ એ માતાજીની માંડવી ઉપાડી ગરબે ઘૂમ્યા. આ પ્રસંગે ઊંઝા ના ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ એ પણ માંડવી ઉપાડી હતી અને ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદાર ભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. ગામ લોકોએ ભવ્ય સુંદર આયોજન કર્યું હતું અને લાખો શ્રદ્ધાળુઓએ આ સમયે દર્શન નો લાભ લીધો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
