દર વર્ષની જેમ આ વર્ષે પણ માં ઉમિયાને પ્રસન્ન રાખવાના હેતુસર નવરાત્રીના પ્રથમ દિવસે સાંજના સમયે પરંપરાગત રીતે ઊંઝાના શ્રદ્ધાવાન વેપારીઓ દ્વારા 151 ગજની ધજા ચડાવવાનો કાર્યક્રમ હજારો ભક્તોની હાજરીમાં ધામધૂમથી ઉજવાશે.
આ પોગ્રામની ઉજવણીના તૈયારીના ભાગરૂપે apmc ટાવર આગળ ઉછામણી યોજાઈ જેમાં ઊંઝા apmc પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલે 2,00,000 માં માતાજીની દિવ્ય ધજા ચડાવવાનો લાભ લેશે , જયારે પરેશભાઈ પટેલ 1,91,000 માં આરતીનો લાભ લેશે અને 1,25,000 માં પ્રસાદીનો લાભ ઊંઝા વેપારી માર્કેટયાર્ડ એસોસિઅન લેશે.
વેપારીઓનો આ આયોજન માટે સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉછામણીના કાર્યક્રમમાં ઊંઝા વેપારી મંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ જૈન,
ઊંઝા માર્કેટયાર્ડના પ્રમુખ પિયુષભાઇ પટેલ, ભાનુભાઇ મહારાજ વિષ્ણુભાઈ પટેલ,જ્યંતિભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ અને બીજા અનેક મોટા વેપારીઓ હાજર રહ્યા હતા.
14 હજારના ખર્ચે બનેલ આ 151 ગજની ધજા 90 મીટર જેટલા કાપડમાંથી પાટણમાં બનાવેલ છે.
આ શોભયાત્રા કરી ત્યાર બાદ આ ધજાને માં ઉમિયાના મંદિરના મુખ્ય શિખર પર ચડાવાતી જોવી એ પણ એ પણ એક દિવ્ય લ્હાવો છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
