આજે ભાદરવો વદ ચોથ (સંકટ ચતુર્થી) નિમિતે યાત્રાધામ ઐઠોર માં દર્શનાર્થીઓનો ભારે ઘસારો રહ્યો હતો.
દર મહિનાની જેમ આ વખતે પણ ચા -પાણી અને ફળાહારની નિઃશુલ્ક સરસ વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવી હતી.
સ્વયંસેવકો પણ ખડેપગે ભક્તોની વ્યવસ્થા સાચવવતા હોય છે.
દરેક સંકટ ચોથમા દેશના ખૂણે ખૂણે થી મોટા પ્રમાણમાં દાદાના ભક્તો દર્શન કરવા પધારતા હોય છે.
દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવતા હોય છે. કળિયુગના સિંદૂરીયા દેવ ડાભી સુંઢાળા શ્રી ગણપતિ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
